મોરબી “અકિલા”ના સિનિયર પત્રકાર પ્રવિણભાઇ વ્યાસનો આજે જન્મદિવસ.

ત્રણ ત્રણ દાયકા પૂર્વે મોરબીમાં વનમેનઆર્મી તરીકે સવાર સાંજના અખબારોમાં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી નીડરતા અને બેદાગ છબી સાથે મોરબી પંથકના લોકપ્રશ્નોને વાચા આપી આજે 30 વર્ષ બાદ પણ પુરા જોમજુશાથી મોરબી જીલ્લાના પત્રકારત્વની પીચ પર અડીખમ,અવિરત સેવાઓ આપનાર, મોરબી પત્રકાર એશો.ના પૂર્વપ્રમુખ, વ્યાસ પ્રગતિ મંડળ મોરબીના પૂર્વ પ્રમુખ તરીકે તેમજ સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના પૂર્વપ્રમુખ તરીકે વર્ષોસુધી લોકપ્રિયતા સાથે સેવાઓ આપનાર, વ્યાસ પ્રગતિ મંડળના સલાહકાર અને લોકપ્રિય સાંધ્યદૈનિક ” અકિલા ” ના સિનિયર પત્રકાર અને પત્રકાર જગત સહીત “દાદા” ના હુલામણા નામથી જાણીતા એવા પ્રવીણભાઈ વ્યાસને આજે 65 મું વર્ષ બેસે છે

ત્યારે તેમને સગા, સંબંધીઓ,મિત્રો, પત્રકાર મિત્રો સહીત અનેક ક્ષેત્રેના અગ્રણીઓ તરફથી તેમના મો. 9825487412 પર અભિનંદન, શુભેચ્છાવર્ષા થઈ રહી છે.