વાંકાનેરમાં પોલીસ મથકે પવિત્ર રક્ષાબંધન પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આજ પવિત્ર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આજે 30 ઓગસ્ટના રોજ સવારે 11:30 કલાકે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સંસ્થાના આગેવાનો, અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં મહિલા પોલીસ કર્મચારી કોમલબેન વિનાભાઈ સરવૈયા તેમજ જાગૃતીબેન નથુભાઈ બેડવા દ્વારા હાજર સૌને રાખડી બાંધી પવિત્ર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર સિટી પોલીસ મથકના પી.આઇ પી.ડી. સોલંકી સહિત સમગ્ર પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.