મોરબી : ભૂલી પડેલી તરુણીને આશ્રય અપાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન

રાજસ્થાની તરુણીનું અભયમ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી પરિજનોને જાણ કરાઇ

તારીખ.26/9/2023 ના રોજ એક સર્જન વ્યક્તિ દ્વારા 181 પર ફોન આવેલ કે 16 વર્ષની આસપાસની ઉંમરની દીકરી મળી આવેલ છે અને ભૂલા પડી ગયેલ હોય તેવું લાગે છે માટે મદદની જરૂર છે ત્યારબાદ 181 ટીમના ના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ દિપ્તીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે દીકરી સુધી પહોંચે સૌપ્રથમ તે દીકરીને સાંત્વના આપેલ ત્યારબાદ દીકરી નું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેઓ રાજસ્થાન ના હોય અહીંયા તેઓ કંપનીમાં કામ કરવા માટે આવેલ હોય

ત્યારબાદ દીકરીને સલાહ સુચન માર્ગદર્શન આપી તેમના ઘરનું સરનામું જણાવવા માટે જણાવેલ તો તેમણે તેવો રાજસ્થાન ના હોય તેવું જણાવતા તેમના માતા પિતા નું ફોન દ્વારા કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેમની દીકરી ઘરેથી કહ્યા વગર અચાનક નીકળી ગયેલ હોય તેઓ પણ તેમની દીકરીને ક્યારના શોધતા હોય તેમની દીકરીને સમજાવે કે હવે પછી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં અને તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા તેમના માતા પિતાને તેમની દીકરીનું ધ્યાન રાખવા માટે જણાવેલ તેમજ તેમના માતા-પિતા તેમની દીકરીને લેવા આવવા માટે જણાવતા લાંબા ગાળાનું કાઉન્સલિંગ તેમજ આશ્રય ની જરૂર હોવાથી તેના પરિજનો પહોંચે નહિ ત્યાં સુધી સુરક્ષીત આશ્રય અપાવવામાં આવેલ, તરુણી ના પરિવારે 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો