મોરબી જિલ્લાના તમામ ગામોમાં ૧ ઓકટોબરે થશે મહાશ્રમદાનનું આયોજન

સ્વચ્છતા હી સેવા માસ’ની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશના બધા ગ્રામ્ય વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોકભાગીદારી અને ‘એક તારીખ, એક ક્લાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું આયોજન થનાર છે. જે અન્વયે મોરબી જિલ્લાના તમામ ગામોમાં ૧ ઓકટોબર ૨૦૨૩ ના રોજ સવારે ૧૦ વાગ્યે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર, શાળા, વિવિઘ કચેરીના પ્રાંગણ અને તેના આજુબાજુના વિસ્તાર, પ્રવાસન સ્થળો, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ઘાર્મિક સ્થળ વગેરે જેવા વિસ્તાર તેમજ સ્થળ પર મહાશ્રમદાન આયોજીત કરવામાં આવનાર છે.

સમગ્ર જિલ્લામાં ‘’સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’, ‘ઝીરો વેસ્ટ’ થીમ મુજબ મહાશ્રમદાનનું આયોજન થનાર છે. આ મહાશ્રમદાન કાર્યક્રમમાં સમગ્ર જિલ્લા અને ગ્રામ્ય પદાદિકારીઓ/અઘિકારીઓ, ગામના લોકો પણ ઉત્સાહભેર સહભાગી બનશે અને શ્રમદાન થકી જાતે શેરી, ચોક અગેરેમાં સાફ-સફાઈ હાથ ધરી સ્વચ્છતા હી સેવા માસ’ની ઉજવણીને સાર્થક બનાવશે તેવું મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યાદીમાં જણાવાયું છે.