મોરબી ગણપતિ મહોત્સવ આયોજકો દ્વારા પરશુરામ યુવા ગ્રુપ અને સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોનું સન્માન કરાયુ

મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના આગવેનાઓએ મોરબીના ભવ્ય સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવ માં દર્શન કર્યા હતા જ્યાં આયોજક અરવિંદભાઈ બારૈયા દ્વારા તમામ હોદેદારો નુ સન્માન કરાયું હતું.

મોરબીમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા પણ આમંત્રણ ને માન આપી તમામ ગણપતિ મહોત્સવમાં હાજરી પાઈ આરતી અને પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો જેમાં મોરબી સિદ્ધિવિનાયક કા રાજા માં મહા આરતીનો લાભ લઈ દર્શન કર્યા હતા આ ઉપરાંત હાઉસીંગ બોર્ડ કા રાજા , અંબિકા ચોક કા રાજા સહિતના તમામ નાના મોટા ગણપતિ મહોત્સવ માં હાજરી આપી દર્શનનો લાભ મેળવ્યો હતો.

આ દર્શન દરમ્યાન મોરબીના ભવ્ય સિદ્ધિવિનાયક કા રાજા માં મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી,મહામંત્રી નયનભાઈ પંડ્યા અને મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ની પાંખના મહમંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને મોરબી જીલ્લા ભાજપના મંત્રી તેમજ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી નીરજભાઈ ભટ્ટ સહિતના બ્રહ્મસમાજના આગેવાનો એ સિદ્ધિવિનાયક કા રાજા, હાઉસીંગ બોર્ડ કા રાજા અને અબિકા ચોક કા રાજા સહિતના મહા આરતી માં લાભ લઈ પૂજા નો લાભ મેળવ્યો હતો. જેમાં સિદ્ધિવિનાયક કા રાજાના આગેવાન અરવિંદભાઈ બારૈયા અને ઓમ બારૈયા દ્વારા તમામ આગેવાનો નું ખેસ પહેરાવી ગણપતિ દાદા નો ફોટો ભેટ આપી સન્મના કર્યું હતું.