મોરબીના જાણીતા પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેનો આજે જન્મદિવસ 

શ્રીમદ્ ભાગવત સપ્તાહ ,નૂતન મંદિરો ની પ્રાણ પ્રતિષ્ઠા ,સમૂહ લગ્નોત્સવ, શત ચંડી ,સહસ્ત્ર ચંડી ,મહારુદ્ર ,વિષ્ણુ યાગ, વિરાટ મહાલક્ષ્મી યાગ, જેવા અનેક ધાર્મિક પ્રસંગો માં પ્રધાન આચાર્ય પદે સ્થાન શોભાવ્યું છે. જેમના કંઠે વેદ મંત્રોચ્ચાર સાંભળવા એ એક લ્હાવો છે.

સમગ્ર ગુજરાત ભર ના ટોચ ના કર્મકાંડી વિદ્વાનો સાથે કામ કર્યું છે.તેમજ સમગ્ર બ્રહ્મ સમાજ અને મોરબી શહેર નું ગૌરવ વધાર્યું છે. તેમના મોબાઈલ નંબર 8000911444 પર સૌ યજમાન પરિવાર ,સામાજિક – રાજકીય અગ્રણી ઓ,સગા-સંબંધી, સ્નેહીજનો તરફથી શુભેચ્છા નો ધોધ વરસાવી રહ્યા છે.