ચેમ્પિયન ટ્રોફી 2023 પાણીપત માટે સૌરાષ્ટ્ર ઇગલ્સ અને ગુજરાત લાયન્સની ટીમોની પસંદગી કરાઈ

હરિયાણાના પાણીપતમાં 17 થી 21 ઓક્ટોબર 2023 દરમિયાન યોજાનારી ઓલ ઈન્ડિયા અંડર 15 ચેમ્પિયન ટ્રોફી માટે ગુજરાત રાજ્યમાંથી સૌરાષ્ટ્ર ઇગલ્સ અને ગુજરાત લાયન્સ ટીમના ખેલાડીઓની પસંદગી આ રવિવારે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ સ્થિત મોરબી ક્રિકેટ એકેડમી ખાતે પૂર્ણ થઈ હતી. ટીમોની પસંદગી બાદ શાળાના આચાર્ય મિલન કાલુસ્કરે પસંદગી પામેલ તમામ ખેલાડીઓને હાર્દિક અભિનંદન અને ટ્રોફી જીતવાનો મંત્ર આપ્યો હતો.

આ પસંદગી પ્રક્રિયામાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના રમતગમત વિભાગના વડા અલી ખાન અને ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ક્રિકેટ વિભાગના વડા મનદીપ સિંહ મુખ્ય પસંદગી કરતી વખતે હાજર રહ્યા હતા. લાંબી પસંદગી પ્રક્રિયા બાદ પ્રિયાંશુ દ્વિવેદી, અભય કાલરીયા, અંશ ભાકર, પ્રણવ જોષી, તક્ષ લો, મનન ઘોડાસરા,જયવીરસિંહ ઝાલા, રાજવીરસિંહ જાડેજા, જયદીપ રાગીયા, જય મજડીયા, કર્મા અંદાપરાની સૌરાષ્ટ્ર ઈગલ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાત લાયન્સ માટે યક્ષ ગોડા, જય ગામી, પ્રીત સુરાની, યોગ બરાસરા, ક્રિષ્ના ભોરણીયા, હિલ કાલરીયા, શ્રે મારવાણીયા, રીશુ સિંઘ, શાંતનુ સૈની, હર્ષ મજડીયા. પસંદગી પ્રક્રિયા બાદ મોરબી ક્રિકેટ એકેડમીના કોચ અલી ખાન અને મનદીપ સિંઘે તમામ પસંદગી પામેલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી મોટી ટુર્નામેન્ટ માટે શુભેચ્છા પાઠવી હતી.