મોરબી વિદ્યોતેજક મંડળનો ૪૦ મો પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

મોરબી વિદ્યોતેજક મંડળનો ૪૦ મો પારિતોષિક વિતરણ સમારંભ બ્રાહ્મણની ભોજનશાળા મુકામે યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ડો.પ્રયાગ જયેશભાઇ દવે કે જેઓએ આસામ રાયફલમાં તબીબ તરીકે પોસ્ટીંગ મેળવેલ છે તેનું તેમજ તેમના પિતા જયેશભાઇ દવે સહિતના પરીવારજનોનું મહેમાનોએ સન્માન કર્યુ હતુ.કુલ ૨૭૯ વિદ્યાર્થીઓની એન્ટ્રિમાંથી ૧૧૯ વિદ્યાર્થીઓએ શિલ્ડ-પ્રમાણપત્રો અને પારિતોષિક મેળવ્યા હતા.યુકેજી તેમજ એલકેજીના ૧૪ બાળકોને તેમજ અન્ય ૧૫૦ બાળકોને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા

આ તકે મુખ્ય મહેમાન વિજયભાઈ જાની જિલ્લા સરકારી વકીલ, નિખિલભાઇ જોશી મામલતદાર, વિપુલભાઈ શુક્લ જ્ઞાતિ ગોર, ભુપતભાઈ પંડ્યા પ્રમુખ વિદ્યોતેજક મંડળ, નરેન્દ્રભાઇ મહેતા મહામંત્રી વિદ્યોતેજક મંડળ, મહેશભાઈ ભટ્ટ પ્રમુખ શ્રી ઔદિચ્ય જ્ઞાતી ભોજનશાળા, જગદીશભાઈ રાવલ દવે પંચોલી વિદ્યાર્થી ભુવન, કાંતિભાઇ ઠાકર ખજાનચી વિદ્યોતેજક મંડળ, અતુલભાઈ જોશી પ્રમુખ પરશુરામ યુવા ગૃપ તેમજ બ્રહ્મ પત્રકારોમાં પત્રકાર એસોસીએશન પ્રમુખ હિમાંશુભાઇ ભટ્ટ, સિનિયર પત્રકાર જીજ્ઞેશભાઇ ભટ્ટ તેમજ હરનીશભાઇ જોષી વિગેરેએ હાજરી આપીને જ્ઞાતીના બાળકોને બીરદાવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ-મંત્રીની રાહબરી હેઠળ જગદીશભાઈ ભટ્ટ, મનીષભાઇ યાજ્ઞિક, હિમાંશુભાઇ વ્યાસ, નીરજભાઇ ભટ્ટ, અનિલભાઈ વ્યાસ, ઋષિભાઇ મહેતા, ધ્યાનેશભાઇ રાવલ, દુષ્યાંતભાઈ જાની વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.