મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા શરદોત્સવનું ભવ્ય આયોજન

વરિયા પ્રજાપતિ સમાજ માટે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના લાભાર્થે દાંડિયા રાસનું આયોજન કરાયુ

મોરબી : મોરબીમાં આગામી 28ને શનિવારના રોજ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના લાભાર્થે વરિયા પ્રજાપતિ સમાજના લોકો માટે શરદોત્સવ-2023 યોજાનાર છે.

આ કાર્યક્રમ રાત્રે 9:30 કલાકે રેમન્ડ પાર્ટી પ્લોટ, જિલ્લા સેવા સદન પાછળ, મોરબી-2 ખાતે યોજાશે. જેમાં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ સ્પર્ધા સાથે વિજેતાઓને ઇનામ અપાશે. સ્પર્ધામાં ભાગ લેનારને ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત છે. આ દાંડિયા રાસના ભવ્ય કાર્યક્રમમાં વરિયા પ્રજાપતિ સમાજના લોકો પરિવાર સાથે ગરબે રમ્યા બાદ સૌ સાથે મળી શરદપૂનમની પરંપરાગત ઉજવણી કરશે. આ કાર્યક્રમમાં સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના લોકોને સહ પરિવાર ઉપસ્થિત રેહવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.