મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય ખાતે બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરીત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજીત માળીયા તાલુકાની માધ્યમિક શાળાઓ માટે માતૃશ્રી રામબાઈ માં શાળા વિકાસ સંકુલ માળીયા દ્વારા બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય કુંતાસી ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં માળિયા તાલુકાની દરેક ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ પાંચ વિભાગો અંતર્ગત વિવિધ વર્તમાન સમસ્યાઓ અને તેમના સમાધાન રૂપ પોતાની આગવી સૂઝ પ્રદર્શિત કરી પોતપોતાની કૃતિ રજૂ કરી હતી. આ પ્રસંગે યજમાન શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય તેમજ એસ.વી.એસ કન્વીનર ચાવડા, સહ કન્વીનર ગોરીયા તથા દરેક શાળાના વિજ્ઞાન શિક્ષક તેમજ આચાર્ય મિત્રો એ ભાગ લઇ આ બાળ વિજ્ઞાન પ્રદર્શનને નિહાળી વિદ્યાર્થીઓ અભિનંદન તેમજ પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.