વાંકાનેર તાલુકા શિક્ષક સંઘની કારોબારી મિટિંગ યોજાઈ

વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક યોજાય.જેમાં સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને હતા.જે વાંકાનેરની તા.શા.1 ખાતે ગોઠવાઈ હતી.જેમાં થોડા સમય પહેલા પૂર્વ મહામંત્રી આબીદઅલી કોવડીયાની જીલ્લા ફેર બદલી થતાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક મહામંત્રીની સર્વાનુમતે નજુભાઈ માથકિયા (તિથવા)ની વરણી કરવામા આવી.

આ કારોબારી મીટીંગમાં વાંકાનેર તાલુકા શાળા નંબર 2 નવા સંઘસભ્ય તરીકે નિમાયેલા નિજામભાઈ શેરશિયાનું પણ સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ તકે તમામ કારોબારી સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નો B.L.O બાબતે અને C.P.F ખાતા ખોલવવા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.