વાંકાનેરમાં સાધારણ પરિવારના આરીફ ખાન ની દીકરી તમન્ના છ વર્ષની ઉંમરે કુરાન શરીફ ની તિલાવત કરી

વાંકાનેર સંધિપરા વિસ્તારમાં રહેતા પઠાણ આરીફ ખાન ની છ વર્ષની બાળકી એ દિને ઈસ્લામી એવા મુસ્લિમ સમાજના ગ્રંથ કુરાન ને શરીફ ની 30 સીપારા ની પઢાઈ કરી દિની તાલીમ પ્રાપ્ત કરી છે જેથી વાંકાનેર સંધિ સોસાયટી વિસ્તારમાં સમગ્ર મુસ્લિમ સમાજમાં ખુશીની મહેક નાની એવી ઢીંગલી આપી છે જેની જાણવા મળતી વિગતે એવી છે કે વાંકાનેરમાં સીએનજી રીક્ષા ચલાવી સાધારણ પરિવારના આરીફ ખાન અયુબ ખાન પઠાણ એ પોતાની દીકરી તમન્ના ને બાલ વાટિકા માં શિક્ષણ શબ્દનું જ્ઞાન અને મુસ્લિમ મદ્રાસામાં મુસ્લિમ સમાજનું દિન ની તાલીમનું જ્ઞાન આપવાના પ્રયાસો કરી રહ્યા છે જેના પ્રયાસો ને સફળ બનાવવા માત્ર છ વર્ષની તમન્નાએ સફળતા આપી હોય તેમ મુસ્લિમ સમાજના ધાર્મિક ગ્રંથ કુરાને શરીફ ના 30 સીપારા નું અરબી ભાષામાં પઢાઈ કરી

નાની ઉંમરમાં મોટું માતા-પિતા માટે ગૌરવ સમા બન્યું છે ત્યારે નાનકડા ભાઈ એવા આહિલ ખાને ફૂલહારથી સ્વાગત કરી બેન તમન્ના ને પ્રોત્સાહિત કરી છે અને સમગ્ર વિસ્તારમાં ન્યાઝ શરીફ વિતરણ કરવામાં આવેલ જેથી સમગ્ર વિસ્તારના લોકોએ નાનકડી દીકરી તમન્નાને શુભેચ્છા અભિનંદન પાઠવી દુઆઓ પાઠવી હતી જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે