વિરપર ગામ સીસીટીવી કેમેરા થી સુસજ્જ થયું

“સમગ્ર વીરપર ગામની શેરીએ ગલીએ તીસરી આંખ સમા ૨૩ સીસી કેમેરા 15 માં નાણાપંચ ની ગ્રાન્ટ માંથી 5 લાખના ખર્ચે મુખ્ય માર્ગથી લઈ સમગ્ર વિસ્તારોમાં લાગ્યા”

મોરબી: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતની વિકાસ યાત્રા સમા ગુજરાતના વિવિધ શહેર જિલ્લા થી લઇ ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર મા વિકાસની સ્થાન આપી રહ્યા છે ત્યારે મોરબી રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ વીરપર ગામ ખાતે 15 માં નાણાપંચ જિલ્લા પંચાયત ના સદસ્ય અશોકભાઈ ચાવડા ની ગ્રાન્ટ માંથી રૂપિયા પાંચ લાખના ખર્ચે સીસીટીવી કેમેરા 23 જેટલા મુખ્ય ગેટથી લઇ વિવિધ શેરી ગલી ઓ સીસીટીવી કેમેરા થી મંઢાય ચૂકી છે જેથી કોઈપણ અકસ્માત ઘટના કે ચોરી લૂંટ સહિતના ગુનાહિત પ્રવૃત્તિઓ તીસરી આંખ સમા સીસીટીવી કેમેરામાં કેદ થસે આ સમગ્ર કામગીરી અંતર્ગત સમગ્ર ગામજનો સરપંચ વિગેરે ગામ પંચાયતની બોડી દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો