મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના કિંજલ માકાસણાના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના કિંજલબેન માકાસણાના જન્મદિવસ પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી. જેમા અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના કિંજલબેન અવિનાશભાઈ માકાસણાના ગઇકાલે જન્મદિવસ નિમિત્તે મોરબીની નવલખી ફાટક, અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ નીચે ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને પફ વિતરણ કરવામાં આવ્યા હતા.

બાળકોને આનંદિત કરી પોતે જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી. આ તકે ગ્રુપના સભ્ય પ્રભાબેન મકવાણા તથા કિંજલબેનના પરિવારના સભ્યો સેવાકાર્યમાં જોડાયા હતા. આ સેવાકાર્યને અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે બિરદાવી હતી.