મોરબી જિલ્લામાં વિવિધ ગામોમાં આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે સાફ- સફાઈ કરાઈ

મોરબીમાં જિલ્લામાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે હળવદ તાલુકાના મિયાણી ગામે આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્ર, માળિયા તાલુકાના કુંભારિયા ગામે આંગણવાડી અને માળિયા તાલુકાના વેણાસર ગામે આંગણવાડી વગેરેની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં સાફ-સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અન્વયે મોરબી જિલ્લામાં પણ વિવિધ સરકારી/અર્ધ સરકારી કચેરીઓ, વિવિધ વિભાગોના ભવનો અને પ્રાંગણ વગેરેની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ત્યારે  મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના મિયાણી ગામે આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્ર માળિયા તાલુકાના કુંભારિયા ગામે આંગણવાડી અને માળિયા તાલુકાના વેણાસર ગામે આંગણવાડી વગેરેની સફાઈ કરવામાં આવી હતી. આ સાફ-સફાઈની પ્રવૃત્તિમાં કર્મચારીઓ તેમજ નાગરિકો જોડાયા હતા.