મોરબી જિલ્લામાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે વાંકાનેર તાલુકા પંચાયત તેમજ ટંકારા તાલુકા પંચાયતની કચેરીઓમાં સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં સાફ-સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ વિવિધ સરકારી/અર્ધ સરકારી કચેરીઓ, વિવિધ વિભાગોના ભવનો અને પ્રાંગણ વગેરેની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકા પંચાયત તેમજ ટંકારા તાલુકા પંચાયતની કચેરી ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી સફાઈ કરવામાં આવી હતી. આ સાફ-સફાઈની પ્રવૃત્તિમાં સરકારી કચેરીઓના અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા.