મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભાસદો માટેની દર વર્ષે લેવાતી સામાન્ય સભા તા.૩૧/૧૨/૨૦૨૩ નાં રોજ રાખવામાં આવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ મોરબી જિલ્લા પેન્શનર સમાજ, મોરબીનાં આજીવન સભાસદોનાં ૭૦ વર્ષ પુરા કર્યા હોય અને અગાઉ સન્માન થયું ન હોય તેવા સભાસદોનું સન્માન કરવામાં આવશે.
સન્માન માટેના ફોર્મ તા.૧૫/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૧૨/૨૦૨૩ સુધીમાં સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોરબી જિલ્લા પેન્શનર સમાજ, તાલુકા સેવા સદન રૂમ નં.૧-૨, લાલબાગ, મોરબી ખાતેથી મેળવી લેવાનું રહેશે.
ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા પેન્શનબુક (પી.પી.ઓ.)ની નકલ તેમજ સામાન્ય સભાની નિયમ મુજબની રજિસ્ટ્રેશન ફી જમા કરાવવાની રહેશે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૫/૧૨/૨૦૨૩ છે. ત્યારબાદ આવેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેમ મોરબી જિલ્લા પેન્શનર સમાજ પ્રમુખ જે.એસ. ડાંગરની યાદીમાં જણાવાયું છે.