મોરબી તાલુકાના નારણકા ગામે મેરજા પરિવાર દ્વારા 19મો વાર્ષિક પાટોત્સવ યોજાશે

મોરબી તાલુકાના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા શ્રી બહુચરાજી માતાજીના મંદિરે 19મો વાર્ષિક પાટોત્સવ યોજાશે. સાથે સ્નહેમિલન તથા ગત શૈક્ષણિક વર્ષમાં ઉતીર્ણ થયેલ પ્રથમ ત્રણ તેજસ્વી બાળકોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. તા.19 નવેમ્બરને રવિવારના સાંજે 5:30 કલાકે શોભાયાત્રા અને રાત્રે 9:30 કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.20ને સોમવારના રોજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બપોરે 11:30 કલાકે બીડું હોમવામાં આવશે. બપોરે 12 કલાકે મહેમાનોને મહાપ્રસાદનો લાભ આપવામાં આવનાર છે. આ પાટોત્સવમાં યજ્ઞના દર્શન અને મહાપ્રસાદ લેવા હવન સમિતિ બહુચર માતાજી મંદિર નારણકા તથા મેરજા પરિવાર દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.