મોરબી જીલ્લાના ડેમી -૩ ખોલવાની જાહેરાત ખુદ ગુજરાતના કૃષિમંત્રી કરી હતી પાછળથી ખેડુતોને લોલીપોપ

આ જાહેરાત કૃષિમંત્રી દ્વારા ૧૧ તારીખ કરવામાં આવી હતી કે આ જાહેરાત મથી ખેડૂતો આનંદમાં આનંદમાં આવી ગયેલા કે સરકારએ ખેડૂતો માટે ડેમી ૩ માંથી પાણી છોડશે આપણા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પણ જાહેરાત કરેલ કે સૌની યોજનામાં પાણી આપવામાં આવશે અને ડેમી ૩ માટેનો જથ્થો પણ ડેમી ૨ માં નાખેલ પણ આ ડેમી ૩ ના વિસ્તારના ખેડૂતો ને ક્યા ખબર હતી કે ખેડૂતોના દુશ્મનો પોતાની તાકાતથી પાણી અટકાવી દેશે ત્યારે બીજો લેટર બીજા દિવસે જાહેર કર્યો કે ખેડૂતોને પાણી જોતું હોય તો વસુલાત કરીને પછી પાણી છોડવામાં આવે આ લેટરથી ખોલેલ પાટીયા બંધ કરી દીધા ખેડૂતએ કચેરીએ તપાસ કરી ત્યારે ખબર પડી કે સરકારે રૂપિયા વસુલ કરી અને પાણી છોડવા નું કીધું છે ત્યારે આ વિસ્તારના ખેડૂતએ પૂછ્યું કેટલા ભરવાના…?

તો એમાં એવું કીધું આ વર્ષે સૌની યોજનામાં પાણી ના ભાવ વધ્યા છે ૧ mcft પાણી ના ૬૯૦૦ ભરવા પડે પાછા ખેડૂતો નિરાશ થયાને પાછા મોરબી ક્ચેરીએ ગયા પછી પાછુ ત્યાં ખેડૂતો અને સરપચોએ લેખતી આપ્યુ કે અમને સિયાળું પાકમાં પાણી જોઈએ તો શિયાળુ પાકના હિસાબે પાણી આપો તો આ શિયાળું પાક માટે પાણીના રૂપિયા ખેડૂતોને ઓછાં ભરવા પડે શિયાળુ પાક માટે ખેડૂતો ને ૧ mcft ના ૪૪૦૦ રૂપિયા ભરવા પડે ખેડૂતોએ દિવાળી પહેલા લેખિત આપેલ છે તો હજી કોઈ પરિપત્ર આવેલ નથી

સરકારે જ કરેલ જાહેરાતના માથે વસુલાત ના જ લેટર આવે તો આમાં ખેડૂતોએ શું સમજવું..? આ બાબતે એક ખેડુત આગેવાન કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખવાના છે.