વાંકાનેર : અમરસર ગામે  ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ હેઠળ જાહેર માર્ગોની સફાઈ કરાઇ

સમગ્ર રાજ્યમાં અત્યારે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાનમાં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. વાંકાનેર તાલુકાના અમરસર ગામે ફટાકડાના કચરાનો નિકાલ અને જાહેરમાર્ગોની સફાઇ કરી ગામને સ્વચ્છ અને સુઘડ બનાવાવામાં આવ્યું હતું.

આગામી તા.૧૮ નવેમ્બર સુધી મોરબી જિલ્લામાં  ફટાકડાના કચરાનો નિકાલ અને જાહેર માર્ગોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ગામે ગામ સ્વચ્છતા અભિયાન વેગવંતું બન્યું છે. નાગરિકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈને  સ્વચ્છતાગ્રહી બની રહ્યા છે.