જાપાન સરકાર દ્વારા આયોજિત ‘ધ શિપ ફોર વર્લ્ડ યુથ પ્રોગ્રામ’ મા ૧૪ દેશો ના યુવાનો ભાગ લેશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની પૂર્ણકાલિન કાર્યકર્તા મયુરીબા ઝાલા ૨૦૧૮ થી વિધાર્થી પરિષદ મા સતત સક્રિય કાર્યકર્તા છે. હાલ મા તેઓ કેન્દ્રીય કાર્યસમીતી સદસ્ય તથા કર્ણાવતી મહાનગર ના વિભાગ સંગઠન મંત્રી તરીકે વિધાર્થીઓનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જેમનુ ‘ધ શિપ ફોર વર્લ્ડ યુથ’ કાર્યક્રમ મા ચયન થયું છે.
‘ધ શિપ ફોર વર્લ્ડ યુથ’ કાર્યક્રમ ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ થી શરૂઆત થવા જઈ રહી છે. જેમા જાપાન સહિત ૧૪ દેશો ના યુવાનો સહભાગી થશે. જેમા ભારત દેશ માથી ૧૧ સદસ્યોનુ પ્રતિનિધિ મંડળ ભાગ લેશે. એક મહીના સુધી આ કાર્યક્રમ મા યુવા શિક્ષા , પર્યાવરણ સંરક્ષણ, પર્યટન, યુવા સશક્તિકરણ, પરંપરા, સંસ્કૃતિ સંરક્ષણ અને નિરિક્ષણ સાથે જ ઈતિહાસ જેવા વિષયો પર પ્રશિક્ષણ અને સંવાદ થશે. તે પૂર્વ પણ બધા પ્રતિનિધિઓ ઓનલાઇન માધ્યમ થી પણ ચર્ચા કરશે.
મોરબી જિલ્લાના રંગપર ગામમાં થી આવતા મયુરીબા ઝાલા ના પિતા ડ્રાઈવર તરીકે ફરજ બજાવી પરીવાર નુ ગુજરાન ચલાવી રહ્યા છે. મયુરીબા એ પોતાનો અભ્યાસ પ્રાથમિક શાળા, રંગપર થી સર્વોદય સાયન્સ સ્કૂલ , રાજકોટ ખાતે થી પૂર્ણ કરી ને ઉચ્ચ અભ્યાસ GEC , રાજકોટ થી E.C Engineering મા પૂર્ણ કરેલ છે. આ કાર્યક્રમ મા ભારત, આર્જેન્ટિના, ઇથોપિયા, ફ્રાંસ ,આયર્લેન્ડ, જોરડન , કેન્યા, યુનાઈટેડ મેક્સિકન સ્ટેટસ, ન્યુઝીલેન્ડ, સોલોમોન આઇસલેન્ડ, તુર્કી, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, રિપબ્લિક ઓફ ઝાબિયા અને જાપાન સહિત ના દેશો સહભાગી થશે .