વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાત રાજ્યના ઈન્ચાર્જ તરીકે બ્રિજેશ મેરજાની નિમણુંક

મોરબીનું ગૌરવ દિપાવવા બદલ બ્રિજેશ મેરજા પર ચોમેરથી અભિનંદન

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રા બે તબક્કામાં શરૂ કરી રહી છે,આ યાત્રા દેશના તમામ જિલ્લાઓની ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારોમાં આવશે,આ યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.પ્રથમ તબક્કામાં આદિવાસી ગૌરવ દિવસ 15,નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડના રાંચીથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.21 રાજ્યોના 68 આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં 2 લાખ પ હજાર ગ્રામ પંચાયતોમાં પ્રચાર અભિયાન તરીકે ચાલશે.

બીજા તબક્કામાં આ યાત્રા પ્રદેશના તમામ જિલ્લાઓમાં 26,મી જાન્યુઆરી 2024 સુધી ચાલશે.મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્ય સહિત પક્ષના તમામ હોદેદારો યાત્રામાં જોડાશે જેમાં કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના સાહિત્યનું વિતરણ કરવામાં આવશે, સરકારી યોજનાઓના ફોર્મ ભરાવવા વિકસિત ભારત અંગે પ્રતિજ્ઞા લેવડાવી,સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે કાર્યક્રમો કરવામાં આવશે,આ સમગ્ર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાત રાજ્યના પ્રભારી તરીકે મોરબીના પનોતા પુત્ર અને પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની નિમણુંક થતા મોરબીનું ગૌરવ વધારવા બદલ એમના શુભેચ્છકો તરફથી શુભેચ્છા અપાઈ રહી છે.