દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા ફોર્મ ભરી શકાશે

સરકાર દ્વારા ક્ષેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્કર્ષ માટેની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને દિવ્યાંગ પારિતોષિક આપવામાં આવે છે.

આ દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારિઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ/નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસો, સ્વરોજગાર કરતાં દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનાનું ફોર્મ www.talimrojagaar.gujarat.gov.in વેબસાઇટ પરથી અથવા રોજગાર વિનિમય કચેરી ખાતેથી મેળવીને ફોર્મ ભરીને (રાજ્ય ક્ક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે) જરૂરી દસ્તાવેજો સાથે, બે નકલમાં તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં રોજગાર વિનિમય કચેરી, જિલ્લાસેવાસદન રૂમ નં.૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબી રૂબરૂ કે ટપાલથી પહોંચાડવાનું રહેશે. અધુરી વિગત કે નિયત સમય મર્યાદા બાદની અરજી રોજગાર કચેરી ખાતે સ્વિકારવામાં આવશે નહી તેમ રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.