આયુષ્યમાન કાર્ડ બનાવવું બન્યુ સહેલુ: ઘર બેઠા બનાવો આયુષ્ય્માન કાર્ડ

લાભાર્થીઓ આયુષ્માન એપનો ઉપયોગ કરીને તેમના મોબાઇલમાંથી આયુષ્માન કાર્ડ બનાવી શકે છે
લોકોને રોગની બેવડી અસર અને તેની સારવાર માટે કરવામાં આવતા મસમોટા ખર્ચથી રક્ષણ આપવા સરકાર દ્વારા આયુષ્માન કાર્ડની યોજના બનાવવામાં આવી છે. આ યોજનાની જાણકારી ઘર ઘર સુધી પહોંચે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પણ લોકોને આ યોજના અંગે જાણકારી આપવામાં આવી રહી છે. આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા જ્યારે હવે આ યોજના અંતર્ગત હવે ઓનલાઇન બની છે ત્યારે તે વિશે પણ આ યાત્રા દરમિયાન લોકોને માહિતી આપવામાં આવી રહી છે.
ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ બનતા હવે આયુષ્યમાન કાર્ડ કાઢવું વધુ સરળ બની ગયું છે. લાભાર્થીઓ આયુષ્માન એપનો ઉપયોગ કરીને તેમના મોબાઇલમાંથી જ આયુષ્માન કાર્ડ બનાવી શકે છે આમ આંગળીના ટેરવે આયુષ્માન કાર્ડની સેવા ઉપલબ્ધ બની છે.
સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી પહોંચવા માટે આયુષ્માન કાર્ડના નિર્માણ માટે ‘આયુષ્માન એપ’  લોન્ચ કરવામાં આવી છે.  આ એપ સરળ ૫ સ્ટેપ્સમાં આયુષ્માન કાર્ડની સુવિધા વપરાશકર્તાઓને કોઈપણ કાર્ડ ક્રિએશન સેન્ટરની મુલાકાત લીધા વિના આયુષ્માન કાર્ડ બનાવવા માટે સક્ષમ બનાવે છે.
કાર્ડ બનાવવા માટે સૌ પ્રથમ ગુગલ પ્લે સટોર પરથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કરવી અથવા https://beneficiary.nha.gov.in પર જવું. ત્યારબાદ યુઝર લોગ-ઇન બનાવવા માટે આપનો મોબાઈલ નંબર નાંખી ફોન પર મળેલ OTP દાખલ કરો. પછી નામ/રાશન કાર્ડ/આધાર નંબર/કુટુંબ નંબર પરથી તમારી પાત્રતા ચકાસો. પાત્રતા ધરાવતા લાભાર્થી પોતાના તથા પરિવારના દરેક સભ્યોની વિગતો આધાર e-KYC ( જેવા કે ફેસ ઓથ, મોબાઈલ OTP)ના માધ્યમથી ચકાસો.
બધી જરૂરી વિગતો ભર્યા બાદ મોબાઈલમાંથી તમારો ફોટો પાડી અપ્લોડ કરી તમારી વિગતોની ચકાસણીની પ્રક્રિયા શરૂ થશે. ચકાસણીની પ્રક્રિયા પુર્ણ થયા બાદ, આપ આપના તથા પરિવારના આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો છે ને સરળ ! તો ચાલો સરકારની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી બની આપણા પરિવારનું આયુષ્માન કાર્ડ બનાવીએ અને અન્ય લોકોને પણ પ્રેરિત કરીએ.