મોરબી સ્વ.ર્ડો કે.ટી.લહેરૂ પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

મોરબી જીલ્લા સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ એવા ર્ડો. બી.કે.લહેરૂસાહેબ દ્વારા લહેરૂ પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે આગામી કારતક વદ ૧ તા.૨૮/૧૧/૨૦૨૩ ને મંગળવાર થી તા.૦૪/૧૨/૨૦૨૩ સુધી એમ સાત દિવસ લહેરૂ પરિવારના નિવાસ સ્થાન શનાળા રોડ મહાવીર સોસાયટીના ગ્રાઉન્ડમાં ‘શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

કથાના વ્યાસાસને પરમ ભાગવર્તાચાર્ય વકતા ૫.પૂ.શાસ્ત્રી ચેતનભાઈ સાતા (દ્વારકાવાળા) બિરાજી પોતાની રસામૃત વાણીથી સંગીતની સુરાવલી સાથે દરરોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ તથા બપોરે ૩.૩૦ થી ૬.૩૦ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અલૌકિક દિવ્ય આત્મા કલ્યાણકારી ભગવાનની દિવ્યલીલા કથારસનું રસપાન કરાવશે.

લહેરૂ પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પાવન પ્રસંગોની વાત કરીયે તો કારતક વદ-૧, તા. ૨૮-૧૧-૨૦૨૩, મંગળવાર, સવારે ૦૮-૩૦ કલાકે પોથી યાત્રા નરસંગ ટેકરી થી કથા સ્થળ સુધી વાજતે ગાજતે ઢોલત્રાંસાના પડઘમ સાથે યોજવામાં આવશે ત્યારબાદ સવારે ૯-૦૦ કલાકે ભાગવત કથા મહાત્મય તથા કથાના અલગ અલગ દિવસો દરમિયસન નૃસિંહ અવતાર-કપીલ જન્મ, વામન ઉત્સવ, શ્રીરામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગિરીરાજ શ્રીઉત્સવ , શ્રી રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ તથા યજ્ઞ, શ્રી ભાગવત દશાંશવૃત-હુંડી વાંચન જેવા પ્રસંગો ખુબ ધામધૂમથી ઉજવવામાં આવશે તથા કથાના દિવસો દરમિયાન રોજ રાત્રીના સમયમાં અલગ અલગ પોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

જેમાં તા.૨૮-૧૧-૨૦૨૩, સનાતન ધુન મંડળ, તા.૨૯-૧૧-૨૦૨૩, પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર તરફ થી સંગીત-લક્ષ્મીનગર, તા.૩૦-૧૧-૨૦૨૩, લોક સાહિત્યકાર ડો. વિક્રમવાળા તથા ઇન્દ્રરાજ સિંધવ ટીવી તથા રેડીયો કલાકાર, તા.૦૧-૧૨-૨૦૨૩, મેજીક શો સૌરાષ્ટ્ર ફેમસ જાદુગર જીવા, તા.૦૨-૧૨-૨૦૨૩, સુંદરકાંડ પાઠ (હળવદ ગૃપ), તા.૦૩-૧૨-૨૦૨૩, ચિત્રા હનુમાનજી ધુન મંડળ (મોરબી), તથા તા.૦૩-૧૨-૨૦૨૩, સવારે ૯-૦૦ થી ૧૨-૩૦ કલાકે બ્લડગ્રુપ તથા બ્લડ સુગર કેમ્પ ડો. લહેરૂ લેબોરેટરી તરફથી વિના મુલ્યે આયોજન કરવામાં આવ્યું છે તેમજ કથા દરમ્યાન સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ સામાન્ય રોગની દવા વિના મુલ્ય આપવામાં આવશે.

મોરબી લહેરૂ પરિવારના આંગણે આ ભાગવત કથા મહાયજ્ઞમાં કથા શ્રવણ કરવા આવેલ તમામને સવારે તથા સાંજે એમ બંને ટાઈમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તથા તા.૦૩/૧૨/૨૦૨૩ના બપોરે ૧૨.૩૦કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તો મોરબી સમસ્ત બ્રહ્મસમાજ તથા મોરબીની ધર્મપ્રિય ભાવિક જનતાને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા મનોરથી ર્ડો બી.કે.લહેરૂ પરિવાર દ્વારા જાહેર સદ્દભાવ આમંત્રણ આપવામાં આવ્યું છે.