શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત, વેશભૂષા અને ડાન્સ કોમ્પીટીશન યોજાશે

રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા તારીખ 31/12/2023 ના રોજ લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે લોહાણા વિદ્યાર્થી ભુવન મોરબી ખાતે રમતગમત હરિફાઈ તથા વેશભૂષા હરીફાઈ અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે
પ્રમુખ જયેશભાઈ કોટેચાની યાદી મુજબ રમતગમત હરીફાઈ તથા ડાન્સ કોમ્પિટિશન આયોજન ની વિગતો નીચે મુજબ રહેશે

રમતગમત હરિફાઈ અંતર્ગત ધોરણ LKG થી એકના વિદ્યાર્થીઓ માટે રમત પીકઅપ બોલ, ધોરણ બે થી ચાર ના વિદ્યાર્થીઓ માટે રમત મ્યુઝિકલ ચેર ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે રમત એક મિનિટ હરીફાઈ રહેશે તથા વેશભૂષા અને ડાન્સ કોમ્પિટિશન અંતર્ગત ધોરણ LKG થી 4 ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા તથા ડાન્સ હરીફાઈ અને ધોરણ પાંચ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકાશે

નોંધ: વેશભૂષા તથા ડાન્સ હરિફાઈ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ 75 એન્ટ્રી સ્વીકારવામાં આવશે

ઉપરોક્ત હરીફાઈ નો રઘુવંશી બાળકો વધુમાં વધુ લાભ લે અને હરીફાઈ નું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28/12/2023 ને ગુરૂવાર છે તેવી રઘુવંશી યુવક મંડળ ની યાદી જણાવે છે તથા ફોર્મ મેળવવા તથા સ્વીકારવા માટેના

નીચેના સ્થળનો સંપર્ક કરવો.
1)કેવિન ગેસ સર્વિસ : નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી. – મો. 98798 34034
2) દરિયાલાલ આલુ ભંડાર : નવાડેલા રોડ, મોરબી. – મો. 98981 14348
3) મનોજ ઝેરોક્ષ કોપી સેન્ટર : કુબેરનાથ રોડ,મોરબી. – ફોન. 02822 – 220 476