વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઇના પ્રશ્નોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કેબિનેટ મંત્રીને રજૂઆત કરાઇ

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા પ્રજાજનો નાં હિતમાં રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા ને રજૂઆત કરી

વાંકાનેર : તાલુકાના પીવાના પાણી અને સિંચાઇના વર્ષો જૂના પ્રશ્નોના નિરાકરણ બાબતે આજરોજ ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા.સાથે વાંકાનેરના સામાજિક તથા રાજકીય આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના ઢુવા અને ચંદ્રપુર જિલ્લા પંચાયત સીટમાં આવતા અતિ પછાત વિસ્તારના ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે તેમજ પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા ભાટિયા સોસાયટી ગ્રામ પંચાયતમા પીવાના પાણીની કોઈપણ સગવડ ન હોય, જેથી આ પ્રશ્નના કાયમી ઉકેલ લાવવા ખાસ યોજના બનાવવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યો, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ, માજી પ્રમુખ તથા તાલુકા સંગઠન સભ્યો, વિવિધ ગામોના સરપંચો અને આગેવાનો સાથે રાખીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ હજારથી વધારે વસ્તી ધરાવતી ભાટિયા સોસાયટી ની પીવાના પાણીની સમસ્યા નો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના તેમજ સિંચાઇ માટેના પાણીની વ્યવસ્થા થઈ શકે તે માટે બને સાંસદો સાથે તાલુકાના સામાજિક રાજકીય અગ્રણીઓ દ્વારા કેબિનેટ પ્રધાન ને રજૂઆત કરવામાં આવી હતી.