વાંકાનેરની વિદ્યાર્થીનીઓને કોલેજના અભ્યાસ માટે ઘર આંગણે કોમર્સ કોલેજનો થયો શુભારંભ

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : આધુનિક અને ગુણવતા સભર શિક્ષણ મળે તે માટે ટ્રસ્ટીઓ દ્વારા જહેમત ઉઠાવી

અમરસિંહજી હાઇસ્કુલ ખાતે અલગ ભવનમાં તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ સૌરાષ્ટ્ર યુનવર્સિટી સંલગ્ન શ્રી ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ નો થયો શુભારંભ

શિક્ષણના ભીષ્મ પિતામહ સ્વ. લલિતભાઈ મહેતાનું છેલ્લું સપનું પૂરું થયું જેને આગળ ધપાવવા સ્વ. મહેતાના સ્થાને સંસ્થાના પ્રમુખ તરીકે વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિહ ઝાલા નાં શિરે જવાબદારી .

મહિલા કોલેજના ઉદઘાટન પ્રસંગે ઇન્દુબેન લલિતભાઈ મહેતા કે જેના નામની કોલેજ છે તેના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું સાથે રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજવી અને રાજ્યસભાના સાંસદ તથા વાંકાનેર એજ્યુકેશન સોસાયટી નાં પ્રમુખ કેશરીદેવસિંહ ઝાલા , મહારાણી સાહેબ યોગિની કુમારીબા , માજી ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા , વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજનાં કૌશિકભાઈ શુક્લા સહિતનાઓએ દીપ પ્રગટાવ્યો હતો.

કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્ત્રી સશક્તીકરણ ને અનુરૂપ અનેક પાત્રો રજૂ કરાયા હતાં.જેને વાંકાનેર રાજ પરિવારના મહારાણી સાહેબ યોગિની કુમારીબા દ્વારા વિદ્યાર્થિનીઓની કૃતિઓને બિરદાવી હતી .

વાંકાનેર શહેરમાં ૧૯૪૭ મા ભારત દેશ આઝાદ થયો તાત્કાલિક રાજવી સ્વ. અમરસિંહજી બાપુએ વાંકાનેરના વિકાસ માટે ખાસ ફંડ ફાળવ્યું હતું જેનો અનેક વિકાસ કામો માટે ઉપિયોગ કરવામાં આવેલ જેમાં અમરસિંહજી શૈક્ષણિક સંકુલનો સમાવેશ થાય છે જે આજે વાંકાનેર એજ્યુકેશન સોસાયટી હેઠળ અનેક શૈક્ષણિક ક્ષેત્રે સ્વ. લલિતભાઈ મહેતાનાં વડપણ હેઠળ હરણફાળ ભરી મોટું વટ વૃક્ષ બની ગયું છે. જેમાં પ્રાથમિક થી કોલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.

આ તકે ઉપસ્થિત સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા મહિલા કોમર્સ કોલેજ ના વિકાસ માટે પાંચ લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી હતી જ્યારે વાંકાનેર એજ્યુકેશન સોસાયટી નાં પ્રમુખ તથા રાજ્યસભાના સાંસદ અને રાજવી કેશરીદેવસિંહ ઝાલાએ સંસ્થાના વિકાસ માટે જરૂરી તમામ જરૂરિયાતો પૂરી પાડવા આહ્વાન કર્યું હતું.

સ્વ. લલિતભાઈ મહેતા કે જેઓ શિક્ષણના પ્રેરણા સ્ત્રોત હતા તેઓની અંતિમ ઈચ્છા હતી કે વાંકાનેરમાં મહિલા સંચાલિત કોમર્સ કોલેજ શરૂ કરવી જેમાં પટ્ટાવાળા થી પ્રિન્સીપાલ સુધીનો તમામ સ્ટાફ મહિલાઓનો હોય જેથી વાંકાનેર શહેર તથા તાલુકાની દીકરીઓ ને શિક્ષણ માટે રાજકોટ મોરબી સહિત અન્ય સ્થળે જવું પડે નહિ જે તેમની હૈયાતિમાં જ મહિલા કોલેજમાં વિદ્યાર્થિની નાં પ્રવેશ ઉત્સવ સમાપન સમારોહ યોજવામાં આવેલ પરંતુ આજે જ્યારે કોલેજનું ઉદઘાટન સમારોહ મા તેમની ગેરહાજરી ની ખોટ વર્તાઈ હતી.