મોરબીમાં યુવાને જન્મદિવસ સાથે લગ્ન વર્ષગાંઠની પ્રેરણાદાય ઉજવણી કરી

મોરબી તાલુકા નારણકા ગામના વતની અને હાલ મોરબીના લાયન્સનગરમાં રહેતા અને ક્રિષ્ના હાર્ડવેરના પ્રદિપભાઈ રમેશભાઈ બોખાણીના આજે જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી.

સાથે જ આજે તેમના લગ્નને એક વર્ષ પુર્ણ થતાં પ્રદીપભાઈ બોખાણી તથા તેમના પત્ની લલિતાબેન બોખાણીએ મોરબીના નવલખી ફાટક પાસે આવેલ ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવી લગ્નની વર્ષગાંઠ ઉજવણી કરી આનંદ અનુભવ્યો હતો.