મોરબીના ખાનપર ગામે જુના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા

મોરબી તાલુકાના ખાનપર ગામે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ દબાણ દુર કરાવવાની આગવી શૈલીથી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસીયા ,વિસ્તરણ અધિકારી સી.એમ.ભોરણીયા, તલાટી કમ મંત્રી ખાનપર જયેશભાઇ નકુમ ની ટીમ દ્વારા પોલિસ પ્રોટેક્શન હેઠળ ખાનપર ગામે અમુક આસામીઓ દ્વારા કરેલ દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

જે કાર્યવાહીમા પોપટભાઇ ભલાભાઇ પરમાર દ્વારા જાહેર રસ્તા પર શૌચાલય,ઓધવજીભાઇ બચુભાઇ જાકાસણિયા દ્વારા સિમેન્ટનો ઢારિયો તેમજ દિનેશભાઇ મગનભાઇ જાકાસણિયા દ્વારા પશુદવાખાના વાળી શેરીમા એક રુમ જેટલુ બાંધકામ કરી કરેલ દબાણ દુર કરવા અગાઉ ગ્રામ પંચાયત દ્વારા તમામ આસામીઓને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ મુજબ આખરી નોટિસો આપવામા આવેલ તેમ છતા દબાણો દુર કરેલ ન હોય જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાની સુચના અનુસાર સદરહુ દબાણો દુર કરવામા આવ્યા.