વાંકાનેર શહેર નજીક હિટ એન્ડ રનમાં થાર કારના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં થાર કારના ચાલકે બેદરકારી દાખવી હાઇવે પરથી પસાર થતી એક મહિલાને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના કારણે મહિલાનું મોત થયું હતું. કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ભાગી છૂટ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના બોર્ડ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નેશનલ હાઇવે પરથી પસાર થતા સિંધાવદર ગામના હસીનબેન ઇસ્માઇલભાઇ શેરસીયા નામની મહિલાને ત્યાંથી પસાર થતી એક મહિન્દ્રા થાર કાર નં. GJ 36 AJ 909 ના ચાલકે ગંભીર બેદરકારી દાખવી હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે શહેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.