મોરબી જલારામ મંદિર ખાતે રાહતદરે શુધ્ધ ઘી ના અડદીયા સાથે ચીકી વિતરણ શરૂ

અડદીયા તેમજ ચીકી મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી ના ડ્રાયફ્રુટ થી ભરપુર મસાલેદાર અડદીયા પ્રતિ કીલો રૂ.૩૫૦ ના ભાવે અવિરતપણે વિતરણ કરવા માં આવી રહ્યુ છે ત્યારે વિવિધ જાત ની ચીકી નું પણ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ થઈ ગયેલ છે.

જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા, તલ-સિંગ-દાળીયા સહીત ની વિવિધ જાત ની ચીકી નુ વિતરણ કરવા માં આવી રહ્યુ છે. વિવિધ પ્રકાર ની ચીકી રૂ.૭૦,રૂ.૮૦ તથા રૂ.૧૦૦ ના ભાવે ૫૦૦ ગ્રામ પેકિંગ માં ઉપલબ્ધ છે. આ વિવિધ જાત ની ચીકી તેમજ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.