ઈ-મેમો બાકી છે? હવે ચેતી જજો

ઇ-મેમો ભરવા માટે લોક અદાલત

તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબી દ્વારા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ તથા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (નાલ્સા, સુપ્રિમ કોર્ટ) દિલ્હીના નેજા હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. તો ટ્રાફીક ચલણની રકમ નીચે જણાવેલ ચુકવણીના કોઈપણ વિકલ્પમાંથી પસંદ કરી, તા.૦૯/૧૨/૨૦૨૩ સુધીમાં અથવા તે પહેલાં ભરી દેવા જણાવવામાં આવે છે.

જો આપનો ઈ-મેમોનો દંડ ભરવાનો બાકી હોય તો નીચેના સરનામે રૂબરુ જઇ ભરી શકો છો.

(૧) ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ પોલીસ અધિક્ષકની કચેરી, મોરબી જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી
(૨) શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ મોરબી-૧
(૩) મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશન, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન.
(૪) બીજો માળ, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, ડિસ્ટ્રીક કોર્ટ, મોરબી. (ફકત લોક અદાલત તા.૦૯/૧૨/૨૦૨૩ ના દિવસે જ ભરી શકાશે.)

ઓનલાઈન ઈ-મેમો ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા https://echallanpayment.Gujarat.gov.in લીંક પરથી ઓનલાઇન પેમેન્ટ પણ કરી શક્શો. ઈ-મેમો બાબતે કોઇ પ્રશ્ન હોય તો ટેલીફોન નં.-૦૨૮૨૨-૨૪૨૬૨૫ અથવા ઇ-મેઈલ [email protected] પર સંપર્ક કરવો.