નાલંદા વિદ્યાલય ખાતે તાલુકાકક્ષા ના ક્લા મહાકુંભ નું આયોજન થયું. જેમાં ટંકારા તાલુકાની ભૂત કોટડા પ્રા.શાળાએ પ્રાચીન ગરબામાં તૃતિય ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
આ તકે શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર અને તમામ સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. ગરબાનું માર્ગદર્શન અને સંચાલન સાંચલા ગીતાબેન મનસુખલાલ એ કર્યું હતું.ઉપરાંત ભુત કોટડા ગામની બહેનોનું કંકણ ગ્રુપ લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા.જેમાં. (1) ઢેઢી આશાબેન જયેશકુમાર (2) ઢેઢી નયનાબેન ચીમનભાઈ (3) દેવડા મિન્ટુબેન રતનશીભાઇ (4) દુબરીયા સોનલબેન મનસુખભાઈ અને પ્રા.શાળાના શિક્ષિકા બેન સાંચલા ગીતાબેન મનસુખલાલે ભાગ લીધો હતો.




પ્રથમ નંબર મેળવવા તેમજ ગામનું ગૌરવ વધારવા બદલ ગામના સરપંચ ભાગિયા પંકજભાઈ તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા અને અન્ય આગેવાનો અને ગ્રામજનોએ અભીનંદન પાઠવ્યા હતા. મિલનભાઈ અને કેતનભાઈ એ સંગીત ના સૂર પુરાવ્યા હતા. આ બંને કાર્યક્રમ નું આયોજન ગીતાબેને કર્યું હતું.
