મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ વિકાસકાર્યોને લગતા વિવિધ મુદ્દે ધારાસભ્યઓએ રજૂઆત કરી

વિકાસકાર્યોને લગતા વિવિધ મુદ્દે ધારાસભ્યઓએ રજૂઆત કરી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા આયોજન ઘડી કાઢવા સુચનો કર્યા

જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડિેસેમ્બર માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વે કાન્તીભાઇ અમૃતિયા, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આંગણવાડીના મકાન ફાળવણી, શિક્ષકની ભરતી, જમીન દબાણ, વિચરતી જાતીને જમીન વહેંચણી, સ્ટ્રીટ લાઈટ, પેટા કેનાલ, ગૌચરના રસ્તા પર દબાણ, જી.આઈ.ડી.સી.ના બાંધકામ, પાણી સહિતના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

સર્વે ધારાસભ્યઓએ અધિકારીઓને એક સૂરમાં વિકાસ કાર્યોમાં સક્રિય સહભાગી થવા અને નિયમોનુસાર કામગીરી કરવા અપીલ કરી ભારત દેશને આગામી ૨૦૪૭માં વિકસીત રાષ્ટ્ર બનાવવા પોતાનો સહયોગ આપવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટર સાથે જિલ્લા  પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી સુશિલ પરમાર, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો અને કચેરીઓના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.