મોરબીની માણેકવાડા શાળામાં ICT કમ્યુટર લેબનું તેજસ્વી વિદ્યાર્થીઓના હસ્તે ઉદ્દઘાટન

માણેકવાડા શાળામાં ગત સત્રમાં સૌથી વધુ ગુણાંક અને સૌથી વધુ હાજરી ધરાવતા કન્યા અને કુમારના વરદ હસ્તે કમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો

મોરબી જિલ્લાની 368 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ICT કમ્યુટર લેબ આપેલ છે જેમાં 15 કમ્યુટર વિથ ઈયર ફોન,વેબ કેમેરા તેમજ કોટા સ્ટોનના પ્લેટફોર્મ અને ત્રીસ ખુરશીઓ ફાળવેલ છે.કમ્પ્યુટરમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉપયોગ માટે G-SHALA માં તમામ વિષયોનું વિષયવસ્તુ કન્ટેન્ટ પણ આપેલ છે,વાંચેલું ભુલાય જાય છે જોયેલું થોડું થોડું સમજાય જાય છે.

પણ જાતે કરેલું,જાતે શીખેલું યાદ રહી જાય છે,એવા ધ્યેય સાથે દ્રશ્ય-શ્રાવ્ય સાધન તરીકે વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરે અને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એવા શુભાષયથી સરકાર દ્વારા આપેલ ખૂબજ આધુનિક કમ્પ્યુટર ધરાવતી ICT Lab નો શુભારંભ માણેકવાડા શાળામાં ગત સત્રમાં સૌથી વધુ ગુણાંક અને સૌથી વધુ હાજરી ધરાવતા કન્યા અને કુમારના વરદ હસ્તે કરવામાં આવ્યો.શાળાના આચાર્ય વિપુલભાઈ અઘારા તેમજ તમામ સ્ટાફના આ સ્તુતિય પગલાંથી વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખુબજ ખુશ થયા હતા.