મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવિણ સોનગ્રાના પ્રયત્નોથી બાળકોને મળ્યો પાલક માતા-પિતા યોજનાનો લાભ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે બાળકો માટે પાલક માતા-પિતા યોજના મંજુર કરતા ચેરમેને માન્યો આભાર

મોરબીના હળવદના ભવાની નગરના ઢોળા વિસ્તારમાં વસવાટ કરતા બે ગરીબ બાળકોને ચરડવા ગામના પૂર્વ સરપંચ,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને વર્તમાન કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાનું ધ્યાન આ બાળકો તરફ ગયું એમને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કર્યો,જરૂરી આધારો સાથે ત્રણેય બાળકો માટે પાલક માતા પિતા યોજના અંતર્ગત અરજી કરી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓએ રૂબરૂ ઘર તપાસ, જરૂરી આધાર પુરાવાની ચકાસણી કરી અરજી આ પ્રમાણે શરત અને બોલીઓ સાથે સહાય મંજુર કરેલ બંને બાળકોને ફરજીયાત શાળાએ મોકલવા,સહાયની રકમ બાળકોના હિતમાં વાપરવી, બાળકોનો ઉછેર યોગ્ય રીતે કરવો વગેરે શરતો અને બોલીઓ સાથે બાળાઓના સર્વાંગી વિકાસ અર્થે સ્પોન્સર એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમિટી-મોરબી દ્વારા બંને બાળકોને પાલક માતા પિતા યોજના હેઠળ માસિક રૂપિયા 3000/- ની સહાયના હુકમો જિલ્લા કલેકટર જી.ટી પંડ્યા અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે બે અનાથ બાળકો જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા કચેરીની પાલક માતા પિતા યોજનાના મંજૂરી આદેશ પાલક દાદી કોળી મધુબેન મેરુભાઈને એનાયત કરાયા હતા.કલેકટરે બાળક તથા પાલકના ખબર અંતર પૂછ્યા હતા. અનાથ બાળકોની યોગ્ય સંભાળ લેવા તથા શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો.

હુકમ વિતરણ જિલ્લા કલેટર જી.ટી પંડ્યા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશિયા, જિલ્લા બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકર અશ્વિન સોનાગ્રા તથા હળવદના સામાજિક આગેવાન ભરતભાઈ ભરવાડ વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં પાલક માતા-પિતા યોજનાના હુકમ અર્પણ કરાયા હતા.