મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્નેહમિલન યોજાયો

તારીખ 18-12 ના રોજ ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વિક્રમ સંવત 2080 ને આવકારવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં મોરબીના પત્રકાર ભાઈઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું અને સાથે ક્લબના સહયોગી ઓનું પણ આ સન્માન કરવામાં આવ્યું હતું સાથે જેમના થકી ક્લબ ધમધમતી છે એવા દરેક ક્લબ મેમ્બર્સ નું પણ સન્માન પત્રક આપીને સન્માન કરવામાં આવ્યું મેમ્બર્સ એ જુદી જુદી ગેમ્સ અને પર્ફોમન્સ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ ની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી.

આ કાર્યક્રમમાં ક્લબના નેશનલ માંથી ચેરમેન અક્ષયભાઈ ઠક્કર, પાસ્ટ નેશનલ ચેર પર્સન આશાબેન પંડ્યા, ચીફ પેટ્રોન હિતેશભાઈ પંડ્યા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી આ સાથે માનવંતા દાતાઓ ગિરીશભાઈ સરૈયા, જીતસર વરસોલા, ડોક્ટર શૈલેષભાઈ પટેલ વગેરે મહેમાનોએ હાજરી આપી હતી મોટી સંખ્યામાં ક્લબ મેમ્બરોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ પત્રકારો દાતાઓ અને મહેમાનો નો દિલથી આભાર માન્યો હતો