મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહિલાઓ માટે તંબોલા હાઉઝી રમત યોજાઈ

જલારામ મંદિર હોલ ખાતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સંગીતમય તંબોલા હાઉજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના 50 થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને તેને સફળ બનાવ્યો હતો.

મોરબીની બહેનોએ સંગીતના તંબોલા વગાડીને સાંજની મજા માણી હતી.અનેક જુના-નવા ગીતો ગુંજીને તેમની સાથે હાઉજી રમાડવાનો અનોખો સમન્વય આ ગેમ શોમાં જોવા મળ્યો હતો જે મોરબી માટે અનોખો પ્રયાસ હતો.
આ સંગીત સંધ્યામાં, ઘણા પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બધાએ આ અનોખા ગેમ શોની ખૂબ પ્રશંસા કરી હતી અને કાર્યક્રમ ના અંતે સ્વરૂચી ભોજન લયી ને બધા છુટા પડ્યા હતા. મુસ્કાન વેલફેર સોસાયટી ના સભ્યો એ પણ બહૂડી સંખ્યા માં હાજરી આપી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો