આવતીકાલે : વાવડી રોડ ફીડરમાં વીજકાપ રહેશે

તારીખ ૨૦.૧૨.૨૦૨૩ નાં બુધવાર નાં રોજ મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતા નીચે મુજબ ના વિસ્તાર માં ફીડર સમારકામ સવારે ૭.૩૦ વાગ્યા થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ ના ગ્રાહકોની જાણ સારું. કામપૂર્ણ થયે કોઇપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

વાવડી રોડ ફીડર : રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, અશોકપાર્ક, ક્રિષ્ના પાર્ક, ગાયત્રી નગર, કુબેર નગર ૧-૩, માધાપર તથા આસપાસ ના વિસ્તારો માં વીજકાપ રહેશું તેવું નાયબ ઇજનેર મોરબી શહેર પેટા વિભાગ-૨ દ્વારા જણાવામાં આવ્યું