તારીખ:-20/12/2023 ના રોજ કિશોરી નો ફોન આવેલ કે લગ્નની તેમજ કંપનીમાં કામ કરવાની લાલચ આપી બંને કિશોરી ને અહીંયા લઈ આવી મૂકીને જતા રહેલ છે માટે મદદની જરૂર હોય 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ભારતીબેન પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે બંને કિશોરી સુધી પહોંચે સૌપ્રથમ તે બંને કિશોરી ને સાંત્વના આપેલ
ત્યારબાદ બંને કિશોરીનું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેઓ ઝારખંડના હોય ત્યાંના એક યુવક સાથે થોડા ટાઈમ થાય ફોન દ્વારા વાતો કરતા હોય ત્યારબાદ તે યુવક કિશોરીને તેમજ તેમની બહેનને લગ્ન તેમજ કંપનીમાં કામ કરવાની લાલચ આપી ઘરેથી લઈ આવેલ હોય અને અહીંયા લાવી મૂકીને જતા રહેલ હોય ત્યારબાદ બંને કિશોરીને સલાહ સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપેલ સમજાવેલ કે હવે પછી માતા પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં તેમજ કોઈપણ અજાણી વ્યક્તિ જોડે આવી રીતે ઘરેથી ના નીકળવા માટે સમજાવેલ ત્યારબાદ તેમના માતા-પિતાનો ફોન દ્વારા કોન્ટેક કરવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમનો ફોન બંધ આવતો હોવાથી બંને કિશોરીને હાલ આશ્રય તેમજ લાંબા ગાળાનું કાઉન્સિલિંગ ની જરૂર હોવાથી બંને કિશોરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ બંને કિશોરીએ 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ