મોરબીની સરદાર સોસાયટીમાં પુજીત અક્ષત કળશનું જાજરમાન સ્વાગત કરાયું

અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું સરદારનગર સોસાયટીમાં ભવ્ય સામૈંયું અને સ્વાગત કરવામાં આવ્યું.હાલ સમગ્ર દેશ અને દુનિયાની સાથે સાથે મોરબી પણ આગામી 22,જાન્યુઆરીએ અયોધ્યા ખાતે થનાર ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ અને ખુશી જોવા મળી રહી છે, વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થયું છે ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ ચિત્રાકુટ ઉપનગરની હાઉસિંગ બોર્ડ વસ્તીમાં સરદારનગર 1 અને 2, ધર્મ વિજય રેસીડેન્સી અને સતનામ ધૂન મંડળના રામભક્તો દ્વારા ભવ્યાતિભાવ્ય ઢોલ ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું

તેમજ બાળાઓ દ્વારા સામૈયુ પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અક્ષત કળશને વાજતે ગાજતે સતનામ ધૂન મંડળના સેવા કાર્યોના લાભાર્થે સરદારનગર સોસાયટીમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહના કથા મંડપમાં સર્વે ભક્તો તેના દર્શન અને પૂજનનો લાભ લઇ શકે તે માટે કાલ સવાર સુધી રાખવામાં આવશે એવું રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંદિપભાઈ લોરિયાની યાદીમાં જણાવયું છે.