ટંકારા : સજનપર ગામની શ્રી સજનપર પ્રા. શાળામાં સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

ટંકારા તાલુકાના સજનપર ગામે તા. 19/12/2023 ના રોજ રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ મંત્રોચ્ચાર સાથે સૂર્યનમસ્કાર કર્યા હતા તેમજ ગ્રામ્ય કક્ષાએ 19 થી 40 વર્ષના વયજુથમાં સજનપર ગામના જ યુવાન સાગર દલસુખભાઈ ફેફર ને શાળાના નોડલ શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન ડી. એ યોગ્ય મૂલ્યાંકન કરી
પ્રથમ ક્રમે વિજેતા કરેલ છે.

ખૂબ જ ગર્વની વાત છે કે સાગરભાઈ જ્યારે ધો.7 માં હતા ત્યારથી જ તેમણે સંકલ્પ કરેલ હતો કે હું દરરોજ સૂર્ય નમસ્કાર કરીશ જ અને આ સંકલ્પને સિદ્ધ કરી બતાવેલ અને આજે તેઓ દરરોજના 108 સૂર્યનમસ્કાર કરે છે. સાગરભાઈએ શાળાના બાળકોને સૂર્યનાસ્કાર વિશે ખૂબ જ શ્રેષ્ઠ માહિતી આપી હતી. આ તકે સમગ્ર આયોજન બદલ શાળાના નોડલ શિક્ષક વિરામગામા મીનાબેન તેમજ સમગ્ર સ્ટાફ અને સાગરભાઈ ફેફરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.