મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ગીતાજયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને ભગવત ગીતાની પોકેટબૂક અર્પણ કરી

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ગીતાજયંતી નિમિત્તે સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગાત્રાળ વિદ્યાલય માં વિદ્યાર્થીઓને ભારતીબેન વારોતરીયા દ્વારા ગીતાનું જ્ઞાન આપી બધા વિદ્યાર્થીઓને ભગવત ગીતાની પોકેટબૂકનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રોજેક્ટમાં સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા મેમ્બર દયાબેન અઘારા અને કવિતાબેન ભાલારાએ હાજરી આપી હતી આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ગાત્રાળ વિદ્યાલયના આચાર્ય ભારતીબેન વારોતરીયા અને તેમના સ્ટાફનો ખુબ ખુબ આભાર માન્યો હતો.