ટંકારા : સજનપર પ્રા. શાળા માં “ગીતા જ્યંતિ” ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ 

ટંકારા તાલુકાના સજનપર ગામે તા. 22/12/2023 ના રોજ શ્રી સજનપર પ્રા. શાળામાં બાળકોના જીવન ઘડતરમાં ઉપયોગી થાય તેમજ બાળકો આપણા પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ સમજે અને પોતાના જીવનમાં કોઈપણ સમસ્યાનું સમાધાન કરી શકે તેમજ જીવનમાં ક્યારેય હતાશા કે નિરાશા ન અનુભવે તેવા ઉમદા હેતુથી ગીતા જયંતિ ની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી

ત્યારબાદ ગીતા ગ્રંથનું પૂજન કરવામા આવ્યું અને ત્યારબાદ પ્રાથમિક શાળાના નિવૃત શિક્ષક અને આચાર્ય તેમજ સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલ ઉત્તમ વકતા એવા ડી.એમ.મસોત પોતાની આગવી શૈલીમાં ગીતાનું મહત્વ બાળકોને સમજાવ્યું તેમજ બાળકોને પોતાના જીવન ઘડતર મા ઉપયોગી થાય એવી પણ ખૂબ જ સચોટ માહિતી આપી હતી.

તેમજ લજાઈ ગામના શ્રી ગૌ સેવક પરિવાર ત્થા સંજયભાઈ જે મસોત કે જેમણે ધો. 7 અને 8 ના શાળાના બાળકોને ગીતાજી ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તેમના તરફથી શાળાના તમામ બાળકોને નાસ્તા માટે પફ આપવામાં આવેલ હતા. જે બદલ શાળા પરિવાર વતી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ સમગ્ર સ્ટાફને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.