વાંકાનેરથી પસાર થતી સાત ટ્રેનોના સ્ટોપ માટે કેન્દ્રીય રેલવે મંત્રીને સાંસદે કરી રજૂઆત

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) :વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ દ્વારા મોરબી જિલ્લાના ઉદ્યોગને વેગ આપવા વાંકાનેર થી પસાર થતી મહત્વની સાત ટ્રેનોના સ્ટોપ માટે કેન્દ્રીય રેલવે મંત્રી ને રજૂઆત કરી

વાંકાનેર : મોરબી તથા જિલ્લામાં સિરામિક , નળિયા તથા સેનેટરી તેમજ ઘડિયાળ ઉદ્યોગ દ્વારા વિશ્વભરમાં મોરબી પ્રખ્યાત છે. વિશ્વભરમાં પ્રખ્યાત સૌથી મોટી સાઈઝની ટાઇલ્સ મોરબીમાં બને છે તેમજ ઘડિયાળ ઉદ્યોગ ક્ષેત્રે મોરબીની નામના છે ત્યારે આ તમામ ઉદ્યોગને વેગ મળે અને યાતાયાત માટે વાંકાનેર જંક્શન થી પસાર થતી મહત્વની લાંબા અંતરની ટ્રેનો ને સ્ટોપેજ આપવા વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ દ્વારા કેન્ટ્રિય રેલ મંત્રી ને વાંકાનેરથી જંક્શન થી પસાર થતી લાંબા અંતરની સાત ટ્રેનો ને સ્ટોપ આપવા માંગ સાથે દિલ્હી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના તમામ ઉધોગોને વેગ આપવા માટે વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવી તથા રાજ્ય કક્ષાના રેલ મંત્રી દર્શના જરદોશને રજૂઆત કરી જણાવ્યું હતું કે વાંકાનેર જંક્શન થી પસાર થતી ટ્રેન નંબર ૧૨૬૬૮ હાપા મુંબઈ (AC) , ૧૨૯૦૫ પોરબંદર સાલીમાર SF EXP. , ૨૨૯૦૫ ઓખા સાલીમાર SF EXP., ૧૨૯૪૯ પોરબંદર સંત્રાગચિલ SF EXP , ૧૫૬૩૫ ઓખા ગુવાહાટી EXP. , ૨૨૯૬૯ ઓખા બનારસ Exp. , ૦૯૦૧૮ વેરાવળ સુરત spl train ને સ્ટોપ આપવા માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

વધુમાં રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ રજૂઆત કરી હતી કે ટ્રેનો ને સ્ટોપ આપવાથી ભારતભરમાંથી ઉદ્યોગ માટે યાતાયાત કરવા માટે તેમજ સૌરાષ્ટ્રના પ્રજાજનોને સગવડતા મળશે.