વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક આયોજીત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવ્યું હતું.જેનું ઉદ્દઘાટન વાંકાનેર તાલુકા પંચાયત ના પ્રમુખ હરુભા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.. તેમની સાથે મોરબી જિલ્લા ભાજપના મંત્રી જસદણ સિરામિક ના ઓનર પ્રજ્ઞેશભાઈ,વાંકાનેર તાલુકા પંચાયત ના સભ્ય રણજીતભાઈ,યુવા ભાજપ મંત્રી ચેતનભાઈ ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકાનેર તાલુકાની કુલ 8 ટીમે ભાગ લીધો હતો..આ સમગ્ર આયોજન માટે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ યુવરાજસિંહ વાળા,મહામંત્રી નજુભાઈ માથકિયા,બી.આર.સી. મયુરસિંહ પરમાર, તેમજ સંઘસદસ્ય/સી.આર.સી શિક્ષક મિત્રો દ્વારા જહેમત કરવામાં આવી હતી.