મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા, તમાકુ મુક્તિ અભિયાન

મોરબીમાં સામાજિક તંદુરસ્તીની ખેવના કરતા, મોરબીના કોમન મેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાનની ત્રીજા ચરણની મીટીંગ નું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

આ મિટિંગમાં તમાકુના ચૂંગાલમાંથી મુક્ત થવા અનેક વ્યક્તિઓ જોડાયા. અહીં ઉલ્લેખનીય ઘટના એ છે કે તમામ સભ્યોએ સંતાનના સોગંદ લઈ તમાકુ મુક્ત થવાની પ્રતિજ્ઞા લીધી અને સંકલ્પ બંધ થયા.

કોમન મેન ફાઉન્ડેશનના આ વિશિષ્ટ અને કસોટી કારક અભિયાનમાં મોરબીના વિવિધ મેડિકલ શાખાના ડોક્ટરો અહીં જોડાયા છે. જેમણે વક્તવ્યો દ્વારા તમાકુના સેવનથી પેદા થતી જીવલેણ બીમારીઓ જેમકે કેન્સર વિશે સભ્યો અને શ્રોતાઓને વાકેફ કર્યા. તદ ઉપરાંત તમાકુ છોડવાથી થતી અતિ સામાન્ય અને મન ઘડંત આડ અસરો વિશે વિસ્તૃત છણાવટ કરી તમાકુ છોડવા પ્રેરિત કર્યા.

આ મિટિંગમાં ફિઝિશિયન ડો. વિજય ગઢીયા, ડો. દીપક અઘારા, સાઇકીયાટ્રીક ડો. ધર્મેશ મણિયાર, ડો. દીપ ભાડજા, ડો. ભવ્ય ભાલોડીયા, ચેસ્ટ ફિઝિશિયન ડો. ભાવિન ગામી, ડેન્ટિસ્ટ ડો. વિપુલ કોટેચા વગેરે વક્તવ્ય આપ્યા, તદુપરાંત તમાકુ છોડવાથી કોઈ પણ માનસિક, શારીરિક આડઅસર થાય તો વિના મૂલ્ય સારવાર કરવાનું વચન આપ્યું.

સમગ્ર મીટીંગ નું સંચાલન મોરબીની પી.જી. પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

મોરબીના વધુને વધુ નગરજનો તમાકુના વ્યસનમાંથી મુક્ત થવા અને અન્યને મુક્ત કરાવવા આ અભિયાનમાં જોડાઈ તેવી અપીલ કોમન મેન ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી.