મોરબી માં ગંગા સ્વારૂપ સહાય સમિતિ દ્વારા 8 મો સમૂહલગ્ન યોજાશે

ગંગાસ્વરૂપ સહાય સમિતિ -મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, લાયન્સ ક્લબ મોરબી સીટી, ચિત્રા હનુમાનજી ધૂન મંડળ, શ્રી રામ યોગ કેન્દ્ર, પી.જી. પટેલ કોલેજ અને સાંઈ મંદિર રણછોડનગર મોરબી દ્વારા આગમી તારીખ 24-2-2024 ના રોજ ગંગાસ્વારૂપ બહેનો ની દીકરીઓ નો આઠમો સમૂહલગનોસત્વ યોજવામાં આવી રહીયો છે,

છેલ્લા 7 વર્ષ માં 275 દીકરીઓ ને મોરબી શહેર ના ઉદારદીલ દાતાઓ દ્વારા ધામધૂમ થી સ્વસુરગૃહે વિદાય આપવા માં આવી છે, દેવકારણભાઈ આદ્રોજા, તથા ચંદ્રકાન્તભાઈ દફતરી દ્વારા 13 વર્ષ થી મોરબી શહેર અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર માં શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ કાર્યરત છે, જેમાં વિધવા બહેનો ને દર મહિને અનાજ, કપડાં, દવા, અને તેના સંતાનો ને રાહત દરે અભ્યાસ કરાવવા માં આવે છે,

જે દીકરીઓ ના લગ્ન કરી આપેલ છે તે દીકરી પગભેર થાય તે માટે તેને શિવણના કલાસીસ કરાવી અને શીલાઈ મશીન ફ્રિ માં વિતરણ કરવા માં આવે છે આ ઉપરાંત આવી દીકરીઓ ને બ્યુટી પારલ નો કોર્ષ કરાવી અને કીટ ફ્રિ માં આપવા અં આવે છે જેના ફળ સ્વારૂપે દરમહિને આ દીકરીઓ સારી એવી રકમ પોતાના કુટુંબ માટે દર મહિને કમાતી થઈ ગઈ છે,

આગામી 24-2-24 ના રોજ શ્રી સાંઈ મંદિર, રણછોડનગર, મોરબી મુકામે આઠમો સમૂહ લગનોસત્વ યોજાનાર છે તેમાં વિધવા બહેનો ની દીકરીઓ જો લાભ લેવા માગતા હોઈ તે આગમી તારીખ 24-01-24 સુધી માં શ્રી સાઈ મંદિર રણછોડનગર મહંત શ્રી બાબુભાઇ પાસેથી મેળવી લેવાના રહશે ત્યાર બાદ કોઈ નામ લેવા માં નહીં આવે,

નામ લખવા માટે સંપર્ક મહંતશ્રી બાબુભાઇ મોબાઈલ નંબર 9909215755, ટી.સી. ફુલતરીયા મોબાઈલ નંબર 8849948925, રણછોડભાઈ પટેલ મોબાઈલ નંબર 9825808282

ઉપર ફોન કરી સાંઈ મંદિરે થી ફૉર્મ લઈ 24-01-24 પહેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે પરત કરીજવા ના રહશે, અધૂરી વિગત વાળા ફૉર્મ રદ કરવા માં આવશે,

મોરબી ની સેવાભાવી જનતા ને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આપ આ ભગીરથ યજ્ઞ માં સહયોગ આપશો, એક કન્યા ને કન્યાદાન 51,000 આપી ભગ્યશાળી બનશો, એક કન્યા રોજી રોટી રળી શકે તેમાટે એક શીલાઈ મશીન 7,500 આપી સહાય કરી સકશો, એક કન્યા ને બ્યુટી પારલ કીટ માટે 7000 આપી ધન્યતા અનુભવશો

લગ્ન કંકોત્રી માં ₹1001 થી વધુ રકમ આપનાર નું નામ દાતા ના લિસ્ટ માં અંકિત કરવા માં આવશે, આપના સહયોગ બદલ આભારી થઈશું  દેવાકરણભાઈ આદ્રોજા તથા ચંદ્રકાન્ત દફ્તરીની યાદી જણાવે છે 9825223199