મોરબી OMVVIM કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણી

વિદ્યાર્થીઓ એ પોકેટમની માંથી શૈક્ષણિક કીટ બનાવી સરકારી શાળા ના બાળકો ને અર્પણ કરી

વિવિધ વિદ્યાશાખા જેવીકે B.Com., B.B.A., B.A., B.C.A., B.Sc., M.com., L.LB., B.Ed., P.G.D.C.A. નુ શિક્ષણ પ્રદાન કરતી મોરબી શહેર ની એકમાત્ર નામાંકીત OMVVIM કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ વર્ષ ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણી કરવા મા આવે છે. જે અંતર્ગત પ્રવર્તમાન વર્ષે કોલેજ ના વિદ્યાર્થીઓ એ પોતાની પોકેટમની માંથી બચત કરી શૈક્ષણિક કીટ બનાવી ઉંચી માંડલ પ્રાથમિક શાળા, વિવેકાનંદ પ્રાથમિક શાળા-અમરેલી સહીત ની વિવિધ સરકારી પ્રાથમિક શાળા ના બાળકો ને અર્પણ કરી હતી.

આ તકે ઉંચી માંડલ પ્રાથમિક શાળા ના આચાર્ય હરીશચંદ્રસિંહ ઝાલા સાહેબ, અમરેલી પ્રાથમિક શાળા ના આચાર્યા પ્રવિણાબેન મોરસાણીયા, OMVVIM કોલેજ ના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતનાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આજ નુ યુવા ધન નવા વર્ષ ની ઉજવણી વૈભવી પાર્ટી કરી ને ઉજવે છે ત્યારે OMVVIM કોલેજ ના વિદ્યાર્થીઓ એ સમાજ ના પછાત વિસ્તાર ના બાળકો ને મદદરૂપ થઈ ઉજવણી કરી હતી. તેમના આ ભગીરથ કાર્ય બદલ સંસ્થા ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા તથા સર્વે સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.